કિસ્તાન બોર્ડરથી પંજાબમાં ઘૂસ્યા 6 થી 7 આતંકવાદીઓ

muslim militants

ફરી એકવાર દેશમાં  એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જાણવા મળતી વિગતો અનુસાર પંજાબના ફિરોઝપૂરમાં જૈશ-એ-મોહમ્મદના 6 થી 7 આતંકવાદીઓ હોવાનો ખુલાસો થયો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ આતંકીઓ આ વિસ્તારોમાં છે અને દિલ્હી તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યાં છે. પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ ભારત અને પાકિસ્તાન સીમા પર કડક અને સતર્ક રહેવાનું એલર્ટ આપવામાં આવ્યુ છે. બુધવારે પંજાબના પઠાણકોટના માધાપુરથી ચાર સંદિગ્ધ દ્વારા લૂંટવામાં આવેલી કારને પણ આ આતંકીઓના હુમલાના કાવતરા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. આને લઇને આખા પંજાબમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *