મોટી ખાખરમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન દોર ટૂંકાવી

મોટી ખાખરમાં 45 વર્ષીય યુવાન ગોપાલ વરજાંગ ગઢવીએ ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણી દીધો હતો. ગોપાલ વરજાંગ ગઢવીએ સોનલ માતાજીના મંદિરની બાજુમાં વાડીમાં મકાનની બહાર આવેલી ચાલીમાં લાકડાની આડીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. કોઇ અગમ્ય કારણોસર ગોપાલે આ અંતિમ પગલું ભરી લીધાની વિગતો મુંદરા પોલીસ મથકે દાખલ કરાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.