ગાંધીધામના ભારાપરની સીમમાંથી આશરે 27 વર્ષના અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા દોડધામ

મળતી માહિતી અનુસાર એલ.પી ગોડાઉન બાજુમાં પૈદાર ગોડાઉનની પાછળ બાવળની ઝાડીઓમાંથી કોહવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાને ગ્રે રંગની જીન્સ પેન્ટ પહેરી હતી. આ યુવાનનું મૃત્યુ તા. 2-12 ના પૂર્વે કોઈ પણ સમયે થયુ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. કંડલા પી.આઈ એચ.કે. હુંબલે કહ્યું હતુ કે વૈજ્ઞાનિક પરીક્ષણ અને નિષ્ણાંતના અભિપ્રાય માટે લાશને જામનગર મોકલી આપવામાં આવી છે. જેના અહેવાલ પછી જ વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. આ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.