મુંદરાના ટુંડામાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મુંદરા તાલુકાના ટુંડામાં મૂળ બિહારનો 30 વર્ષીય યુવાન અરવિંદ રાજારામ યાદવ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરા તાલુકાના ટુંડા ગામમાં મહારાજ કોલોનીમાં રહેતા મૂળ બિહારના અરવિંદ યાદવ સવારે સાત વાગ્યે પોતાના  રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. અરવિંદે સવાર પહેલા કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમની અંદર લાકડાની આડીમાં ચાદરથી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.