ગાંધીધામ શહેરમાં શખ્સે છરી વડે યુવાન પર હુમલો કર્યો

More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

શહેરના નવી સુંદરપુરી મધ્યે સામાન્ય બાબતે યુવાનને એક શખ્સે છરી મારી પગમાં ગંભીર ઇજાઓ થતાં ગુનો નોંધવા પામ્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત મંગળવારના રાત્રિના અરસામાં આ ઘટના બનવા પામી હતી. શહેરના જૂની સુંદરપુરીમાં રહેતો નવીન કાનજી ભટ્ટી(ઉ.વ.21) નવી સુંદરપુરીમાં શેતાન ચોકમાં ગયો હતો, ત્યારે શખ્સ વિશાલ પ્રેમજી ઠોરિયા(મહેશ્વવરી)(રહે. નવી સુંદરપુરી)ત્યાં પહોચી ગયો હતો અને બીજાના મોઢે મને કેમ અપશબ્દો બોલે છે?તેમ કહી બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બની જતાં શખ્સએ છરી ધારણ કરી નવીનને પગમાં ધા મારી દીધો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે વિશાળ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *