મોરબીની ઓસમ સિરામિક ફેકટરીમાં મોદી રાત્રે ફાયરિંગની ઘટના : 2 મજુરો ઇજાગ્રસ્ત થયા

મોરબીની ઓરમ સિરામીકમાં ગત રાત્રે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. પાવડીયાળી નજીક ઓરમ સિરામીકમાં ફાયરિંગ થયું હતું. ઓરમ સિરામીકમાં એક વેપારીઓ પોતાના બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મજૂરો સાથે પગાર અંગે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મજૂરોએ ઓફિસ પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં 2 મજૂરો ધાયલ થયા હતા. ત્યારબાદ ધાયલ બે મજૂરોને સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. આ બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી જાણકારી અનુસાર, મોરબી ખાતે આવેલ ઓરમ સિરામીક ખાતે ગત રાત્રે ફાયરિંગની ઘટના બનતા વાતાવરણમાં ગરમવાયો છવાઈ ગયો હતો. ફાયરિંગનો આ બનાવ મજૂરો સાથેની પગાર અંગેની માથાકૂટ દરમિયાન થઈ હોવાનું પ્રાથમિક કાર્યવાહીમાં સામે આવ્યો હતું. આ ઘટનામાં 2 મજૂરો ઇજાગ્રસ્ત થતાં તેમણે તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ નજીકના પોલીસ સ્ટેશને થતાં અધિકારીઓ સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે આવી પહોચ્યો હતો અને સીસીટીવી ની તપાસ હાથ ધરી હતી.