સાંધવ હત્યા  મહિલા આરોપી પોલીસ પકડથી બહાર

crime

copy image

અબડાસા તાલુકાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની શંકાએ યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી  જયારે મહિલા આરોપી પોલીસ પકડ માં આવી ન હતી . જેના આગોતરા જામીન માટે ભુજની કોર્ટમાં તેને રજૂ કરાતાં કોર્ટે આરોપી મહિલાના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. સાંધવ વાડી વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાના બનાવમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોધવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીની કોઠારા પોલિસ દ્વારા તેની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જયારે મહિલા આરોપી નવદીપકોર કશ્મીરસિંઘ સરદાર  પોલીસ પકડમાં આવી ન હતી  જેના આગોતરા જામીન માટે ભુજની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ મહિલા આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ હથિયારની રીકવરી થઇ ન હોવાથી ગંભીરતાને ધ્યાનમાં  લેતા કોર્ટે આરોપી મહિલાના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા . આ ઉપરાંત કોઠારા પોલીસ મથકના પી.એસ.આઈ વાય. પી. જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલા આરોપીને પકડવા પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ નોંધનીય છે કે, સાંધવમાં યુવાનની હત્યાના બનાવને ઘણો સમય વીતવા આવ્યો છતાં પણ મહિલા આરોપી પોલીસ પકડથી હજુ દુર જ છે.