નખત્રાણાના સાંગનારામાં પવનચક્કીના થાંભલાના સંપર્કમાં આવતા વધુ એક મોરનો મોત નીપજયું

copy image

પશ્ચિમ કચ્છમાં પવનચક્કીઓના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુનું પ્રમાણ વધી રહયું છે. રાત્રે નખત્રાણાના સાંગનારાના સીમાડામાં વધુ એક મોર પવનચક્કીનાં સંપર્કમાં આવી જતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સાંગનારાના સીમાડામાં વડવાળા તળાવ નજીક રાત્રિ દરમ્યાન પવનચક્કીના વીજ થાંભલાનાં સંપર્કમાં મોર આવી જતાં મૃત હાલતમાં સવારે મળી આવ્યો હતો. વનતંત્રે ઘટના સ્થળનું પંચનામું કરી મોરના દેહને લઇ ગઇ હતી. સરપંચ શંકરલાલ લીંબાણીએ જણાવ્યું હતું કે સાંગનારામાં આ રીતે મોરના મૃત્યુનો આ છઠ્ઠો બનાવ છે. જે રીતે પવનચક્કીનાં લીધે મોરના મૃત્યુ થઇ રહ્યા છે, તે જોતા આવનારા દિવસોમાં અહીં મોર લુપ્ત થઇ જશે તેવી દહેશત અને રોષ સાથે જણાવ્યું હતું કે, પવનચક્કીની વીજલાઇનો અંડરગ્રાઉન્ડ કરવાની માંગ પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસિનતા દાખવાઈ રહી છે. સરપંચ સાથે નાથાભાઇ જેપાર, ડાયાભાઇ લોન્ચા ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા.