આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનારો ઈશમ, બે મોબાઇલ સાથે ઝડપાયો

આદિપુરની ચોસઠ બજારમાં મતદાન ના દિવસે વહેલી સવારે મેડીકલ સ્ટોરમાંથી 80 હજારની ચોરીને અંજામ આપનાર ઇસમને પકડી પાડી આદિપુર પોલીસ સ્ટેશને તે ચોરીનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો હતો તેમજ પકડાયેલા ઈસમ પાસેથી રૂપિયા 11 હજારની કિંમતના બે મોબાઇલ રિકવર કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ બાબતે પી.એસ.આઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું કે, આદિપુરના વોર્ડ નંબર ચાર માં રહેતા અને ચોસઠ બજારમાં આવેલ મોતી મહેલ નામથી મેડીકલ સ્ટોર ચલાવતા જગદિશ ગોરધનદાસ આસનાનીએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તારીખ 1 ડિસેમ્બરના રોજ વહેલી સવાર ના પરોઢ માં સવા ચાર થી સવા છ વાગ્યા ના સમયગળા દરમીયાન તેમની દુકાનનું પતરૂં તોડી તેમજ કાઉન્ટરમાં રાખેલા રૂપીયા 75 હજાર રોકડ અને રૂપીયા 5 હજારની કિંમતના મોબાઇલ સહિત કોઇ અજાણ્યો ઇસમ 80 હજારની ચોરીને અંજામ આપી ગયો હતો . તેમણે સીસી ટીવી ફૂટેજ પણ આપ્યા હતા.

આમ,આ ફરિયાદ તેમજ સીસી ટીવી ના આધારે મળેલી બાતમી ના આધારે આ ચોરીને અંજામ આપનાર ઈસમ આદિપુરના મુન્દ્રા સર્કલ ઝૂંપડામાં રહેતો ભાવેશભાઇ હીરાભાઇ ભાટીને ઝડપી પાડી  તેની પાસેથી રૂપીયા 11,000 ની કિંમતના બે મોબાઇલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પીએસઆઇ સાથે  ભુપેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, દિનેશ પરમાર, ભગીરથસિંહ ગોહિલ, ક્રિષ્નાબેન રબારી, નિકુલ નાઇ વગેરે સ્ટાફ ના લોકો જોડાયા હતા.