જામનગરમાં પિતાએ નોંધાવેલી ફરિયાદનો મનદુખ રાખી પુત્ર પર છરી વડે હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયો

જામનગર શહેરના નદીના પટમાં આવેલા વિસ્તારમાં યુવકને અટકાવી તારા પિતાએ મારી સાથે ઝઘડો કરી કેસ કર્યો તેમ કહી બોલાચાલી કરી છરીના ઘા ઝીંકી દેવાતા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.

મળતી માહિતી અનુસાર જામનગર શહેરના વીકટોરીયા પુલ નીચે નદીના પટમાં આવેલા પાયલોટ બ્રેક ડાઉન ઓફિસની સામે પોતાના ઘરે જતા મહમદહુશેન ઉર્ફે રફીક રૂસતમ બારૂબી નામના યુવાનને રસ્તામાં રોકી મુસ્તાક ઉર્ફે મમુડો વાઘેર નામના ઇસમે તારા પિતાએ આજથી દોઢ વર્ષ અગાઉ મારી સાથે ઝઘડો કરી પોલીસ કેસ કર્યો છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી મુસ્તાકને શરીરના વાસાના ભાગમાં એક ઘા છરીનો મારી દેવાયો હતો. લોહી લુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડાયો. આ બાબતે તેણે મુસ્તાક ઉર્ફે મમુડો સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.