નર્મદાનાં સાહેબપુરા ગામમાં શોર્ટ સર્કિટ થવાના કારણે મકાનમાં આગ ભભૂકી
copy image
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામમાં વહેલી સવારે એકાએક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 6 જેટલા ઘરોમાં આગ પ્રસરી ગઈ હતી. આ બનાવમાં ઘર વખરીથી લઈ અનાજ, રોકડા રૂપિયા અને કપાસની સાથે તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાણ જાનહાની થઈ ન હતી.
તિલકવાડા તાલુકામાં એક જ ફાયર વિભાગની ગાડી હતી, પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી રાજપીપળા ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્ય પરંતુ આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને 6 જેટલા ઘરો આગમાં બળીને ખાખ થયા હતા. ફાયર કર્મીઓએ કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો ત્યારબાદ આગ કાબુમાં લેવાઈ હતી. તિલકવાડા પોલીસ કર્મીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.