સુરતના ગોડાદરામાં સિટી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ
copy image
સુરતના ગોડાદરા વિસ્તારમાં સીટી બસમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવાયા હતા. આ બનાવમાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ ગઈ હતી. સદનસીબે આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ બનાવ બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ હતી. તો બીજી બાજુ આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. બસના એન્જિનમાં શોર્ટ સર્કીટ થયા પછી આગ લાગ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.