લાલપુરના મણીપુર ગામની સીમમાં ​​​​​​યુવતીને તાવ ન ઉતરતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો, સારવાર દરમિયાન મોત

લાલપુર તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા આદિવાસી યુવતીને ત્રણ દિવસથી તાવ આવતા કંટાળી ગઈ હતી. આથી પરણીત યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયત્ન કરતા સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની મૃત જાહેર કરાઈ હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ લાલપુર તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલી ભીમશી બેરાની વાડીમાં ખેતમજુરી કરી કામ કરતા બબલુ મદન પવાર નામના યુવકની પત્ની હિરુ પવાર (ઉ.વ.21) નામની યુવતીને છેલ્લાં ત્રણ દિવસથી તાવ આવતો હતો. તાવની સારવાર કરાવવા બાદ પણ તબિયતમાં સુધારો ન થતા કંટાળીને સવારના સમયે ખેતરમાં આવેલા રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયત્ન કરતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહીં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું ડોક્ટરે ઘોષિત કર્યુ હતું. મૃતકના પતિ બબલુ દ્વારા જાણ કરવામાં આવતાતા PSI એમ.એન. જાડેજા અને સ્ટાફે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે

 મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.