ભુજ – ભચાઉ ધોરીમાર્ગ પર સમારકામ દરમ્યાન હાઈવોલ્ટેજ વીજતાર પડતા   ટ્રાફિક અવરોધાયો

ભુજ ભચાઉ ધોરી માર્ગ પર સમારકામ દરમિયાન હાઇ વૉલ્ટેજ વીજધાર પડતાં ટ્રાફિક અવરોધાયો. ભુજ થી ભચાઉ તરફ જતા ધોરી માર્ગ પર લાખોદ પાટિયા પાસે હાઈ વૉલ્ટેજ 66 કેવી લાઈન નો વીજતાર પડી જતા રસ્તો બંધ કરાવાયો હતો. આ લાઈનનું કામ ચાલી રહ્યું હતું તે વેળાએ એક જ વાયર 66 kv નું નીચે પડી ગયું હતું. લાખોદ\ પાટીયા પાસે ભુજ ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક થોડીવાર માટે થંભાવી દેવાયું હતું અને ત્યારબાદ સમારકામ ચાલુ કરાયું હતું. આ દરમિયાન અકસ્માતના સર્જાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી.