કાળાડુંગર પરથી ઉતરતા કાર પલટી જતાં મહિલા ઈજાગ્રસ્ત

ભુજ કાળા ડુંગર ઉપરથી ઉતરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ ભુજ તાલુકાના કાળા ડુંગર થી ઉતરતી વેળાએ કાર પલટી મારી જતા મહિલા ને ઇજાઓ થવા પામી હતી.  જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર હેસાબા સુરેન્દ્રસિંહ રાઠોડ જે આ કારમાં સવાર હતા.કાર કાળા ડુંગરથી ઉતરતી વેળાએ પલટી ગઈ હતી જેના નંબર GJ 12 CD 619 582 છે જેથી અંદર સવાર મહિલાને ડાબા ખભામાં ઇજાઓ થઈ હતી. જેને પ્રાથમિક સારવાર માટે ખાવડા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ ની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.