રાપર તાલુકાના જાટાવાળા ગામ માં તળાવ માં ડૂબેલ પરિણીતાનો બે દિવસ બાદ પણ પતો ન મળતા રાજકોટની ટીમ શોધખોળ હાથ ધરશે
copy image
રાપર તાલુકાના જાટાવાડા ગામમાં તળાવમાં ડૂબેલ પરણીતાનો બે દિવસ બાદ પણ પતો ન મળતાં રાજકોટની ખાસ ટીમ શોધખોળ હાથ ધરશે. રાજકોટની ટીમ વોટર પ્રુફ કેમેરાથી શોધખોળ કરશે. રાપર તાલુકાના જાટાવાળા ગામ તળાવમાં કપડાં ધોતા પાબુબેન રબારી તળાવમાં અંદર ઘરકાવ થઈ ગયા હતા. જેને સતત બે દિવસની શોધખોળ બાદ પણ પતો ન મળતાં રાપર ભચાઉ ભુજની ફાયર ટીમ દ્વારા ઈલેક્ટ્રીક બોર્ડ સાથે તળાવમાં તપાસ આદરી હતી. જો કે હજુ સુધી પતો લાગ્યો ન હતો. પરિણીતા કોઈ અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી ગઈ હોવાનું પરિવારે રાપર ફાયર વિભાગની અને બાલાસર પોલીસને જાણ કરી હતી તો મામલતદાર ની ઉપસ્થિતિમાં શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે કોઈ પતો ન મળતા રાજકોટથી ખાસ ટીમ આવી છે જે તપાસ હાથ ધરશે તેવું જણાવ્યું હતુ.