માનકૂવા પોલીસ સ્ટેશનનના ભારાપર ગામે બનેલ ખુનના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાપકડી પાડતી માનકુવા પોલીસ.

શ્રી જે.આર.મોથાલીયા સાહેબ,પોલીસ મહાનિરીક્ષકશ્રી,સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંધ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી જાડેજા સાહેબ ભુજ વિભાગ,ભુજ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી તથા શરીર સબંધી બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા સુચના આપેલ.

માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૧૩૨૨૦૫૮૧/૨૦૨૨ આઈ.પી.સી. કલમ-૩૦૨, ૧૧૪ મુજબનો ગુનો તા.૦૪/૧૨/૨૦૨૨ ના ક.૧૯/૫૦ વાગ્યે જાહેર થયેલ છે જે ગુનાકામે મરણજનાર ની નિર્મમ હત્યા કરનાર આરોપીઓની તુરતજ અટક કરવાની કાર્યવાહી કરવા સારૂ શ્રી ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સપેકટરનાઓએ પોલીસ સ્ટાફને સુચના આપેલ જે અનવ્યે પો.સબ.ઇન્સ.એચ.એચ.બ્રહ્મભટ તથા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ ચાલુમા હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહા તથા કેરા આઉટ પોસ્ટના ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ જયપાલસિંહ જયદેવસિંહ જાડેજાનાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે ભારાપર તથા દહિસરા ગામેથી આરોપીઓને રાઉન્ડ અપ કરી લઈ પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા મજકુર આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશો૨ે સદર ગુનો આચરેલ હોવાની કબુલાત આપેલ હોઈ જેથી સદર ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. પકડાયેલ આરોપી:-

(૧)શિવજી ઉર્ફે કિશન મહેશ્વરી ઉ.વ.૨૩ ધંધો.મજુરીકામ રહે.દહિસરા,ચુનડી રોડ તા.ભુજ (૨) અરવિંદ ઉર્ફે અશોક સ/ઓ સામતભાઇ મહેશ્વરી ઉ.વ.૨૩ ધંધો.મજુરીકામ રહે.દહિસરા, ચુનડી

(૩)કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર

આમ ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સપેકટર તથા પો.સબ.ઇન્સ.એચ.એચ.બ્રહ્મભટ તથા એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહા તથા એ.એસ.આઈ પ્રેમજીભાઈ લાલજીભાઈ ફણેજા તથા પો.હેડ.કોન્સ.રૂપાભાઈ ભગવાનભાઈ દેસાઈ તથા પો.હેડ.કોન્સ. હેમલકુમાર શંકરભાઈ ચૌધરી તથા પો.હેડ.કોન્સ જયપાલસિંહ જયદેવસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. અશોકભાઈ રાણાભાઈ પટેલ તથા પો.હેડ.કોન્સ.અશોકભાઈ મનુભાઈ ડાભી તથા પો.હેડ.કોન્સ.ઉપેન્દ્રસિંહ બાલુભા રાણા તથા પો.હેડ.કોન્સ.અલ્કેશભાઈ ગોગનભાઈ કરમટા તથા પો.કોન્સ.મહેશભાઈ તળજાભાઈ દેસાઇ તથા પો.કોન્સ ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા તથા ડ્રા.એસ.એસ.આઈ.ગજુભા પરમાર તથા આષીશભાઈ કરમટા વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.