ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં દિનદહાળે ચોરી,ચોર 7 હજાર રોકડા લઇ પલાયન

copy image

ભચાઉના પોશ ગણાતા ફૂલવાડી વિસ્તારના બંધ ઘરને પણ દિન દહાળે  નિશાન બનાવી દરવાજો તોડી રૂ.7 હજાર રોકડની ચોરી કરી ગયા હોવાની ઘટના બનવા પામી છે.

ભચાઉ શહેરના પોશ વિસ્તાર તરીકે જાણીતા ફૂલવાડીમાં આવેલા ગાયત્રી નગરમાં ગાયત્રી મંદિરની દિવાલને અડીને રહેતા નવીનભાઈ ધારશીભાઈ લુહારના ધર્મપત્ની અમદાવાદ રહેતા સંબંધીના પ્રસંગમા ગયા અને મકાન માલિક નવીનભાઈ લુહાર સવારના 9:30 વાગે પોતાના વ્યવસાય પર ગયા પછી બપોરે 1:40 મિનિટે પોતાના ઘરે આવતા પાછળની સાઇડ આવેલા ઘરના દરવાજા નીચેની સાઈડથી ટુટેલા હતા અને દરવાજામાંથી ગરકી ઘરના રૂમમાં ઘૂસેલા તસ્કરે તિજોરીમાં રાખેલા રૂ.7,500 રોકડની ચોરીને અંજામ આપ્યો હતો.

ગૃહિણી અમદાવાદ પોતાના સબંધીને ત્યાં પ્રસંગમાં ગયા હોવાથી દાગીના સાથે લઇ ગયા તેથી ચોરને માત્ર આ રોકડ જ હાથે લાગ્યા હતા. આ ઘટનાની ભચાઉ પોલીસને જાણ થતાં ભચાઉ પોલીસ અધિકારી સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ અને બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી. ધોળા દિવસે ચોરીને અંજામ આપતા ચોર તો જાણે પોલીસ માટે પડકાર સમાન બન્યા છે. ત્યારે આવા બનાવોથી લોકોમાં ચિંતા વ્યાપી છે.