આદિપુરમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી 1.68 લાખની ચોરીને અંજામ આપતા ફરિયાદ નોંધાઈ
આદિપુરના વોર્ડ-6/એ ના બંધ ઘરના દરવાજાનું તાળું તોડી તસ્કરો બે કુલ રૂ.1.68 લાખની મત્તાની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ વેપારીએ દાખલ કરાવી હતી.
આદિપુરના વોર્ડ-6/એ ના પ્લોટ નંબર 84 માં રહેતા અને સાબુના વેપારી 60 વર્ષીય શંકરભાઇ હંસરાજમલ ભુલચંદાણી દિકરી કરિશ્મા અને પુત્ર જતિન સાથે ઘર બંધ કરી મુંબઇ ફરવા માટે ગયા હતા. તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં પ્રવેશ્યા તો સામાન વેર વીખેર પડેલો હતો અને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે રૂ.15,000 નું અને રૂ.1,45,000ની કિંમતનું એમ બે લેપટોપ, રૂ.6,000 ની કિંમતના બે મોબાઇલ અને રૂ.2,500 ની કિંમતની ચાંદીની રીંગ મળી કુલ રૂ.1,68,500 મુદ્દામાલની ચોરી થઈ હોવાનો સામે આવ્યો હતો.વેપારી શંકરભાઇએ અજાણ્યા ચોર સામે આદિપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ચોરીના બનાવોથી સ્થાનિક લોકોમાં ચિંતા ઉદભવી છે.