ભચાઉ રોડ પર છકડાના ઠાઠામાં ટ્રક અથડાતાં વૃદ્ધાનું મૃત્યુ

ભચાઉ પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે, ગત બુધવારના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. વાંકાનેર તાલુકાનાં શેરબાનું અલીશા શેખ(ઉ.વ.60)જેઓ છકડા નંબર જીજે-12-ઐયુ-0201 માં ભચાઉથી સામખિયાળી તારક જતાં હતા, ત્યારે પાછળથી દોડી આવી રહેલી ટ્રક નંબર જીજે-12-ઝેડ-4723ના ચાલકે ચકડાને હડફેટે લીધો હતો. જેથી ચકડામાં સવાર શેરબાનુને શરીરે ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ પામ્યા હતા. જે બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ભચાઉ- સામખિયાળી માર્ગ કે જે ભારે વાહનોથી સતત ધમધમતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *