ભચાઉમાં દિવાલ બનાવવા મુદ્દે બે પરિવાર બાખડ્યા: 4ને ઇજા
 
                ભચાઉમાં દિવાલ બનાવવા બાબતે બે પરિવાર વચ્ચે બોલચાલ થઈ હતી. બંને પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં ચાર જણને ઈજા થઈ હતી. આ અંગે મહાવ્યથા સહિતની કલમો હેઠળ સામસામે ફરિયાદ દાખલ કરાવાઈ છે. મળતી માહિતી અનુસાર શહરેના ભટ્ટ પાળિયા વિસ્તારમાં સવારે 10 વાગ્યાના સમયગાળામાં આ ઘટના બની હતી. આરોપીઓ જીતેન્દ્ર વિશન હિંગળા, વિક્રમ વિશન હિંગળા, પ્રદિપ વિશન હિંગળા, રેણુકા વિશન હિંગળા, રંજન વિશન હિંગળા અને માલશી ભોજાભાઈ હિંગળા સામે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીએ આરોપીઓને તેમના મકાનની હદમાં દિવાલ ન બનાવવા કહ્યું હતું. તેનું મનદુ:ખ રાખી ફરિયાદીને ધકબૂસટનો માર માર્યો હતો. જયારે માનુબેન, મંજુબેન અને ભાવનાબેનને હથિયાર વડે મારમારી ઈજા કરી હતી. સામાપક્ષે ફરિયાદી રંજનબેન પ્રવીણભાઈ પરમારે આરોપી વીરજી ઉર્ફે બાવલો વાઘેલા, માનુબેન વીરજી ઉર્ફે બાવલો વાઘેલા, ભાવના, મંજુ, મુકેશ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂશી દિવાલ ન બનાવતા નહી તો સારા પરિણામ નહી આવે તેમ કહી શાંતાબેનને અને ફરિયાદીને ધકબૂસટનો માર માર્યો હતે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        