ભુજની ઓરિએન્ટ કોલોનીમાંથી પોલીસે 22 બિયરનાં ટિન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

ભુજની ઓરિએન્ટ કોલોનીના મકાનમાં શરાબ હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી 22 બિયરનાં ટીન સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો. બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ઓરિયેન્ટ કોલોનીમાં અશોક વ્યાસે શરાબનો જથ્થો રાખેલ છે. આથી બાતમીવાળા સ્થળે પોહિચી જતા મકાન પાસે મૂળ કપુરાશીનો અશોક મહેશભાઇ બ્રાહ્મણ મળી આવ્યો હતો અને રહેણાંક મકાનની તલાશી લેવામાં આવતા આંગણા પાસે પ્લાસ્ટિકના કોથળામાંથી બિયરના ટીનના બોક્ષ મળી આવ્યા હતા. 22 બિયર ટીન કિં. રૂા. 2200 તેમજ બે મોબાઇલ કિં. રૂા. 5500 એમ કુલ રૂા. 7700ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.