ભુજના માધાપર મધ્યે મધરાતે ચાની કેબિનમાં ગેસનો બટલો લીક થતા આગ લાગી
 
                copy image
ભુજના માધાપર મધ્યે મધ્યરાતતેએ એક ચાની બંધ કેબિન પર આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અડધો કલાકની જહેમત પછી આગને કાબુમાં કરી હતી.
મળતી માહિતી અનુસાર માધાપરના ટ્રસ્ટ માર્બલ નજીક આવેલા વિજ ટ્રાન્સફોર્મર પાસેની ચાની કેબિનમાં મધ્યરાત્રે 2 વાગ્યાના અરસામાં આગ ભભૂકી હતી. ભુજ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કેબિનમાં રહેલા એલપીજી ગેસના બાટલામા લીકેજ હોવાના કારણે આગ લાગી હોવાનું જાણી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. રાત્રિના સમયે કેબિન બંધ હોવાથી જાનહાની ટળી હતી પરંતુ કેબિનમાં આગથી નુકશાન પહોંચ્યું હતું. આ કામગીરીમાં ટીમના જૂમાંભાઈ, પરાગ જેઠી, સોહમ ગોસ્વામી વગેરે જોડાયા હતા.
 
                                         
                                        