લખપતના અમિયા પાસેના સીમાડામાં આગ લાગતા ઘાસ બળીને ખાખ
 
                copy image
લખપતના અમિયા નજીકના સીમાડામાં આગ લગતા ઘાસ બળીને ખાખ થયું હતું. મળતી માહિતી અનુસાર બપોર બાદ આ ઘટના બનવા પામી હતી. લોકોના જણાવ્યા અનુસાર પવનચકકીના વીજવાયરોના કારણે આગ લાગી હતી. અહી લાગેલી આગની જાણ થતાં લોકો દોળી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાશો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લગતા મોટા પ્રમાણમાં ઘાસ બળી જવા પામ્યું હતું. આ વિસ્તારમાં અવારનવાર આગની ઘટના સર્જાતા મોટા પ્રમાણમાં સૂકો ઘાસ બળી જવા પામ્યો છે.
 
                                         
                                        