ભુજમાં મધ્યરાત્રિના ફટાકડા ફોડવાની વૃદ્ધાએ મનાઈ કરતાં બબાલ, બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજના  જેષ્ઠાનગર નજીક મધ્યરાતે ઘર પાસે ફટાકડા ફોડવાની વૃદ્ધાએ ના કહેતા તેની સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં બે સામે ફરિયાદ દાખલ કરાવાઈ છે. બી-ડિવિઝન પોલીસે મદિના મંઝિલની સામે જેષ્ઠાનગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા કુલસુમબેન ફકીરમામદ ચંગલ (મુસ્લિમ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર મધ્યરાતે ફટાકડા ફૂટવાનો અવાજ આવતાં ફરિયાદી જાગી ગયા અને બહાર જઈ જોતાં આઠથી દશ છોકરા દુકાનના ઓટલા પાસે ફટાકડા ફોડતા હતા. આથી તેઓને અહીં ફટાકડા ફોડવાની ના કહેતા આરોપી કૌશિક ભાવસારે કહ્યું, મારું ઘર છે, હું ફટાકડા ફોડીશ અને સાથેનો આરોપી જીગર ઠક્કર (ખાવડાઇ) ઉશ્કેરાઇ જઈ ગાળો બોલી ફરિયાદીના ગાલ પર બે થપ્પડ મારી હતી અને બંને જણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદ દાખલ કરાવાઈ છે.