આદિપુરમાં બંધ ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા

આદિપુરના વોર્ડ 6-એ વિસ્તારમાં બંધ મકાનમાં થયેલ રૂા. 1,68,500ના ચોરીના બનાવમાં  પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આદિપુરના વોર્ડ 6-એ પ્લોટ નંબર 84માં રહેતા શંકર હંસરાજમલ ભુલચંદાણીને ઘરે ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. આ વૃદ્ધ ફરિયાદી પોતાના પરિવાર સાથે મુંબઇ ફરવા ગયા હતા પરત ફરતા આ બનાવ અંગે પોલીસના ચોપડે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. જે અંગે પોલીસે તપાસ કરી અને નેપાળી એવા રૂમિતકુમાર બલ બહાદુર શાહ, અશોક ટેકબહાદુર શમડી અને રોશન બહાદુર ભીમ શાહીને ઝડપી લીધા હતા. આ ઇસમો પાસેથી એક લેપટોપ, બે મોબાઇલ એમ કુલ રૂા. 1,51,100નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.