રાજસ્થાનમાં કોંગ્રસે જાહેર કર્યાં 152 ઉમેદવારોના નામ

મોડી સાંજે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 2018 માટે કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની મોડી સાંજ સુધી ચાલી રહેલી બેઠકમાં 152 ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવી હતી. સચિન પાયલોટ ટોંક વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડશે, જ્યારે સરદારપુરાથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડશે.