મરાઠાઓને અનામતની જાહેરાત પછી હાર્દિકે શું કર્યું એલાન
જાણવા મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના ભાજપ સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે અહેમદનગર ખાતે રેલીને સંબોધી હતી. મરાઠાઓને 1લી ડિસેમ્બરના રોજ ઉજવણી માટે તૈયાર રહેવાનું તેમણે જણાવ્યું છે. જેના કારણે મરાઠાઓને 16 ટકા જેટલી અનામત અલગથી મળે તેવી વાત છે. તેમની આ જાહેરાતને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ફરીથી બળ મળે તેમ લાગી રહ્યું છે.