ભારાપર યુવાનની હત્યાકેસમાં ત્રણની અટકાયત બાદ, બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

copy image

ભારાપરના યુવાનના હત્યા કેસમાં એક સગીર સહિત ત્રણની ધરપકડ કરાયા  બાદ બે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. એક મહિના અગાઉ  થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી ભારાપરનો એક સગીર અને શિવજી ઉર્ફે કિશન દિનેશ મહેશ્વરી અને અરવિંદ ઉર્ફે અશોક સામતભાઇ મહેશ્વરી (રહે. બંને દહીંસરા) ત્રણે સાથે મળી ભારાપરના દિનેશ પચાણભાઇ ચાવડાની હત્યા કરી તેની લાશ વડના ઝાડમાં લટકાવી દેવાની ઘટનામાં ત્રણ આરોપીને અટક બાદ માનકૂવા પોલીસે આજે શિવજી અને અરવિંદને કોર્ટમાં રજૂ કરતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે પી.આઇ. ડી. આર. ચૌધરીએ જણાવ્યું હતું સગીર આરોપીને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલાવી દેવાયો છે.