કાનાણીવાંઢ પત્નીના હત્યાના કેસમાં આરોપીઓએ ધાક ધમકી કરતાં પતિએ દવા પી આપઘાત કર્યો
કાનાણી વાંઢમાં દોઢ મહીના અગાઉ પરિણીતાની નિપજાવાયેલી હત્યાના કેસના ધમકીથી ડરીને દવા પી જતા પતિ દિલીપ દેવશીભાઈ ચાવડાનું સારવાર દરમ્યાના મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આરોપીઓ રાયમલ હરજી ચાવડા, ધરમશી હરજી ચાવડા, શિવરામ અમરશી ચાવડા, અને કરમશી ઉર્ફે કમો હરજી ચાવડાએ હતભાગી દિલીપને પત્નિની હત્યારાઓ સામે કરેલી ફરીયાદ અંગે મારી નાંખવાની ધમકીની વાતો કરતા હતાં આ અંગેની જાણ મૃતક યુવાનને થતા ડરના લીધે ખડમાં નાંખવાની ઝેરી દવા પી લીધી અને આ વિષે પોતાનો વીડીયો બનાવ્યો હતો. વીડીયોમાં તેણે મારી પત્નિને મારનારા કુટુંબીઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી હોવાથી મારી નાંખવાની ધમકીથી ડરીને દવા પી લીધી હોવાનું કહ્યું હતું. જેવી તારી પત્નિના હાલ કર્યા છે તેવા દિલીપના હાલ કરશું તેવી વાતો આરોપીઓ કરતા હતાં. આ અંગે બાલાસર પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવાઈ હતી. સારવાર દરમ્યાન દિલીપે દમ તોડ્યો હતો. બાલાસર પી.એસ.આઈ શ્રી ખાચરે ધાકધમકીની ફરીયાદમાં કલમ 306નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.