ગાંધીધામમાં પુરપાટે આવતી કાર દુકાનમાં ઘૂસી જતાં ભારે દોડધામ: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

ગાંધીધામ શહેરના વોર્ડ નં. 11-એ.જી. વિસ્તારમાં પૂરઝડપે આવતી એક કાર દુકાનમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી મચી હતી. આ ફોર્ચ્યુનર કાર પ્રદીપ વૂડ ફર્નિચર નામની દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં દુકાનમાં રહેલા લોકોને કોઈ ઈજાઓ થઈ નહોતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. દુકાનમાં તોતિંગ કાર પૂરપાટે ઘૂસી જતા દુકાનમાં ભારે નુકસાની થઈ હતી. આ અંગે સ્થાનિક એ ડિવિઝનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કાર કોઈ મોટા માથાના સંબંધીની હોવાનું પણ બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.