ભુજ ખાવડા રોડ પર પાલારા પાસે જંગલ ખાતાના ચોકીદાર પર આરોપીએ હુમલો કરી ગાયો છોડાવી જતા ફરિયાદ નોંધાઈ
ભુજ-ખાવડા રોડ પર આવેલ પાલારા જેલ સામે અનામત જંગલ વિસ્તારમાં વૃક્ષો વાવેતર કરાયા છે. જેમાં માલિકીની ગાયો નુકશાન કરતી હોવાથી ફરજ પરના જંગલ ખાતાના અધિકારી અને ચોકીદારે ગાયોને વાડામાં રાખી હતી તો આરોપીઓ ચોકીદારને મારમારી ગાયો છોડાવી લઇ જતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે.
મળતી માહિતી અનુસાર ભુજ મધ્યે રહેતા ફરિયાદી જીયાભાઈ કમાલભાઈ સમા પાલારા જેલ પાસે આવેલ અનામત જંગલ વિસ્તારમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે.વન રક્ષક મહિપાલસિંહ ભીખુભા વાંઢેર સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમ્યાન 13 જેટલી ગાયો જંગલ ખાતા દ્વારા વાવેતર કરાયેલ વ્રુક્ષોને નુકશાન કરતી નજરે પડી હતી.
જેથી માલિકની ખરાઈ કરવા માટે ગાયોને પાલારા જેલ સામે આવેલ વાડામાં રાખવામાં આવી હતી.ત્યારપછી ગાંધીનગરી,ભુજ મધ્યે રહેતા આરોપી કાસમ જુમા જત,ગની કાસમ જત,લખીયો કાસમ જત અને કાસમ જુમા જતની દીકરી વાડા પાસે આવ્યા હતા. ફરિયાદીએ નુકશાનનો દંડ ભરી ગાયો છોડાવી જવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ આરોપીરોએ ફરિયાદી ચોકીદાર સાથે બોલાચાલી કરી લાકડી અને ધકબુસટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાયો છોડાવી ગયા હતા. આ અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયા નોંધાવાઈ છે.