માધાપર નજીક ટ્રેન નીચે પડતું મુકી આધેડે આપઘાત કર્યો
માધાપર પાસે ભવાની હોટલની પાછળ રેલવે પાટામાં ટ્રેન નીચે પડતું મૂકી આધેડે જિંદગી ટૂંકાવી લીધી હતી. મળતી માહિતી અનુસાર જુનાવાસ આઇયાનગરમાં રહેતા મંછાબાએ જણાવ્યું હતું કે,તેમના પતિ 44 વર્ષીય શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલાએ કોઈ અગમ્ય કારણોસર ભવાની હોટલની પાછળ આવેલા રેલવે ફાટકમાં ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.આ ઘટના બપોરે 12 વાગ્યાની વેળામાં બની હતી.પોલીસે એડી દાખલ કરીને મોતનું કારણ જાણવા માટે પીએસઆઈ જે.ડી.સરવૈયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.