ભચાઉની ખાનગી કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સ્ટીલનું બંડલ પડતાં યુવકનું મોત નીપજયું
ભચાઉમાં ખાનગી કંપનીમાં કામ કરતા જિતેન્દ્ર યોગેન્દ્ર ઓઝા (ઉ.વ.30) નામના યુવાન ઉપર સ્ટીલનું બંડલ પડતા તેનું મોત નીપજયું હતું. ગુડલક નામની કંપનીમાં સવારના ભાગમાં કામ કરનાર કામદાર જિતેન્દ્ર ઓઝા નામનો યુવાન કંપનીમાં પોતાનું કામ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેના ઉપર સ્ટીલનું બંડલ પડતા તેને મોઢાંના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. આ યુવાનને સામખિયાળીની ખાનગી હોસ્પિટલથી ભચાઉના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે આ યુવાનને મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.