મોખા ચોકડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 12 લોકો ઘાયલ

copy image

આદિપુરથી પત્રી જતા છકડો રિક્ષાને મોખા ચોકડી નજીક ટ્રક ટક્કરાતા આદિપુરના દેવીપૂજક પરિવારના સભ્યો અને રિક્ષાચાલકને ઇજા પહોચતા 12 ઇજાગ્રસ્તને મુંદરા અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર બપોરે સર્જાયેલા આ અકસ્માતમાં આદિપુરના દેવીપૂજક પરિવારના 11 સભ્યો અને રિક્ષાચાલક સહિત 12 જણને નાની-મોટી પહોચી છે. જેમાં દેવશી સોમાભાઇ વાજેલિયા (દેવીપૂજક), દિનેશ દેવશીભાઇ વાજેલિયા, મંજુબેન દેવશીભાઇ વાજેલિયા, દિનેશ લાલજીભાઇ કુંવરિયા, અનિલ દિનેશભાઇ કુંવરિયા, ગીતાબેન દિનેશભાઇ કુંવરિયા, કાંતિભાઇ મગનભાઇ, સંજય દિનેશભાઇ વાજેલિયા, દિલીપ દિનેશભાઇ વાજેલિયા, એક નાની છોકરી તથા રિક્ષાચાલક મામદ જાકબભાઇ મથડાને ઇજા પહોચી છે.