મુન્દ્રાના વડાલાના વથાણમાં આંકડાનો જુગાર રમાડતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

crime

copy image

મુંદરા તાલુકાના વડાલા ગામના વથાણમાં આંકફેરનો જુગાર રમાડતા ગુંદાલાના આરોપીને પોલીસે રંગે હાથ પકડી પાડ્યો હતો. મુંદરા મરીન પોલીસને સવારે પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે વડાલાના વથાણમાં જાહેરમાં એક શખ્સ વરલી મટકાનો આંકડાનો જુગાર રમી-રમાડે છે આથી પોલીસે ચીઠ્ઠીઓ લખતા આરોપી કિશોર શાંતિલાલ દાફડા (રહે. ગુંદાલા),ને રોકડા રૂા. 1,310 અને પેન-કાચી બુક સાથે પકડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.