ભુજની પોલીસ વસાહતમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: કોન્સ્ટેબલે પોતાના જ ઘરમાંથી 2.75 લાખની ચોરીને આપ્યો અંજામ
copy image
ભુજ પોલીસ વસાહત 36 કવાટર્સ મધ્યેથી આઠ-દસ દિવસ અગાઉ નવ તોલા સોનાના દાગીના કિં. રૂા. 2.70 લાખ અને રોકડા રૂા. પ000 એમ કુલ રૂા. 2.75 લાખની ઘરફોડ ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં દેવું ચડી જતાં પોતાના ઘરમાં કોન્સ્ટેબલે હાથ માર્યાનું સામે આવતા તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ વસાહતમાં ચોરીના આ ચકચારી પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે એલસીબીના પીઆઈ એસ. એન. ચૂડાસમા અને પીએસઆઈ ટી.બી. રબારીના માર્ગદર્શન હેઠળ હે. કો. વિરેન્દ્રસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા તેમજ મહિપાલસિંહ પુરોહિતએ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ ગુનાના ફરિયાદીના પતિ નિકુંજ રતનદાન ગઢવી (કોન્સ્ટેબલ)ને બોલાવી યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા પોતા ઉપર દેવું ચડી ગયું હોવાટી દેવું ઉતારવા પોતે નકલી ચાવી વડે પત્નીની ગેરહાજરીમાં કબાટમાં રાખેલા સોનાના દાગીના ચોરી કરી પોતાના મિત્ર સાગર વાઘેલાનાં નામે આ દાગીના ઉપરથી ગોલ્ડ લોન દેવું ચૂકતે કરવા લીધી હોવાની કબૂલાત કરતા એલસીબીએ આ ઘરફોડીનો ભેદ શોધી કાઢ્યો . આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝનને નિકુંજને સુપરત કરતા તેની અટકાયત કરવામાં આવી છે.