ચારેક માસ આગાઉ નખત્રાણાની પરિણીતાને મરવા માટે મજબૂર કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

ચારેક મહિના અગાઉ જન્માષ્ટમીના નખત્રાણામાં મૂળ રાજસ્થાની પરિણીતાએ કેરોસીન પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં તેના પતિએ તેને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ દાખલ કરાવાઈ છે. નખત્રાણા પોલીસ મથકમાં મૂળ રાજસ્થાનના પવનકુમાર હરિરામ પ્રજાપતિએ દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર જન્માષ્ટમીના તેની પત્ની રાજબાલાએ કેરોસીન પી આપઘાત કરી લીધું હતું. ત્યારબાદ અંતિમવિધિ માટે વતન રાજસ્થાન ગયા પછી સપ્ટેમ્બરના ફરિયાદી કુટુંબીજનો સાથે પાછા નખત્રાણા આવતા પત્ની જે ફોન વાપરતી હતી તેનું રેકોર્ડિંગ સાંભળતા જ દંગ રહી ગયા હતા. મૂળ રાજસ્થાનનો કિશન ઉર્ફે કરશનકુમાર બીરજુ જોશી ફરિયાદીની પત્નીએ ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને આ સંબંધની આડમાં પ્રેમસંબંધ રાખવા મજબૂર કરી શારિરીક માનસિક ત્રાસ આપતો હોવાથી કંટાળીને તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નખત્રાણા પોલીસે કિશન સામે પરિણીતાને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.