કંડલામાં પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
કંડલામાં પરપ્રાંતીય વરૂણ રામ નરેશ ચૌહાણ (ઉ.વ.22) નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. અપરિણીત એવો વરૂણ ચૌહાણ કંડલામાં મજૂરી કામ કરતો હતો. સાંજે પોતાના રૂમ ઉપર હતો, આ સમય દરમ્યાન પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઇ જીવન દોર ટૂંકાવી લીધી હતી. આ પરપ્રાંતીય યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.