માંડવીમાં જમીનના પૈસાની લેવળ-દેવળ બાબતે એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો

માંડવીમાં જમીનના સોદામાં રૂપિયા આપવા બાબતે બને પક્ષ વચ્ચે થયેલા વિખવાદબાદ સમાજની મધ્યસસ્થી બાદ સમાધાન થયું હતું. પરંતુ વચ્ચે રહેલા લોકોને પોતાના પૈસા ન મળતા યુવાન ઉપર હુમલો કર્યો હતો. આ વીસે માંડવી પોલીસ સ્ટેશન્મા રમેશભાઈ મેધજી પિડોરીયા દ્રારા ફરિયાદ લખવાઇ હતી દોઢ વર્ષ પહેલા મોટી રાપણના પરસોતમ પોકાર સાથે ડોણ સીમમાં આવેલ સર્વ ન.158ના સારા કરાર કરેલ હતા જેમાં એડવાસ પેટે પરસોતમભાઈ પોકાર ને રૂ. 18.50 લાખ આપ્યા હતા પણ જમીનના ટાઇટલ કલીપરમાં વધો હોવાથી જ્યાં સુધી ટાઇટલ કલીપર થાય ત્યાં સુધી કરવામાં આવેલ સારા કરાર ચાલુ રહેશે તેવું નક્કી કરેલ હતું. પરંતુ પરસોતમભાઈ દ્રારા ટાઇટલ કલીપર  ન કરાવતા આ સોદો રદ કરવામાં આવ્યો હતો અને પૈસા બાબતે બને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પરંતુ વચેતીયાઓને પૈસા ન મળતા તેમના દ્રારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *