રાપરમાં ચાની હોટલમાંથી પ્રાણ ધાતક હથીયાર મળી આવ્યા હોટલ સંચાલકની પોલીસ દ્રારા કરાઇ ધરપકડ

રાપરના દેનાબેંક પાસે આવેલી રવેચી તી હાઉસ નામની હોટલમાંથી હથીયાર મળી આવ્યા હતા. આ હોટલમાંથી હોકી-ધારીયા જેવા પ્રાણઘાતક હથીયાર મળી આવતા પોલીસ દ્રારા હોટલના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ હોટલમાં ગુરૂવારના સવારના ભાગમાં ધારિયું, હોકી, લાકડી જેવા હથીયારો નિકડ્યા હતા તો ચાની હોટલમાંથી મળેલા આ હથીયારથી પોલીસ પણ અંચંબમાં મુકાઇ ગઈ હતી પરંતુ આ હથીયારપારો નજરે પળતા પોલીસ દ્રારા આ તમામ હથીયારો કબ્જે કરવામાં આવ્યા હતા અને જાહેરનામનો ભંગ કરવા બદલ હોટલ ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્રારા લાલજીભાઈ સામે ફોજદારી નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *