ભાવનગર શહેરમાં બે યુવાનને છરી દેખાડી 93,000ના મુદામાલ લૂંટીને બે આરોપીના નાસી છૂટ્યા
More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

ભાવનગર શહેરના અયોધ્યાનગર, કાળિયાબીડમાં રહેતા બે માલધારીને ગત રાત્રિના કુંભારવાડા, મોતીતળાવ પાસે બાઇકસવાર બુકાનીધારી બે આરોપી આંતરી છરી દેખાડી પોણા લાખની રોકડ, મોબાઈલ ફોન મળીને એક લાખની ચોરીની લૂંટ ચલાવી અંધારમાં ઓગળી ગયાની ફરિયાદ ગંગાજળિય પોલીસ મથકમાં નોંધી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંત્રેના કાળિયાબીડ,અયોધ્યાનગરમાં રહેતા મેહુલભાઇ સાજણભાઈ ચોહાલા(ઉ.વ.19)એ એવી ફરિયાદ ગંગાજળિય પોલીસ મથકમાં બાઇકસવાર બુકાનીધારી બે અજાણ્યા શખ્સ વિરુધ્ધ નોંધાવી છે કે, ગઈ તા.12/11 ના રોજ ગતરાત્રિના અરસામાં ફરિયાદી સહેદ હિતેષભાઈ મુન્નાભાઈ ચોહાલની સાથે લોટીંગ ટેમ્પો નં જી.જે.04.એટી.7872માં બેસીને અમદાવાદથી પાછા ભાવનગર આવતા હતા, ત્યારે કુંભારવાડા, મોતીતળાવ પાસે મોગલ માતાજી મંદિર રોડ પરથી પસાર થતાં હતા, ત્યારેમોઢા પર રૂમાલ બાંધી બે અજાણ્યા ઇસમે મોટરસાઇકલ પર આવી ટેમ્પોની આડે ઊભા રહી આંતરી ફરિયાદી મેહુલભાઈને છરી દેખાડી ગળા પર અડાડી જે હોય તે આપી, ડે, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ખિસ્સામાંથી રિકડ રૂ.70,000 તથા રૂ.13,000નો એક મોબાઈલ ફોન અને સાહેદ હિતેષ ચોહલાનો એક મોબાઈલ ફોન(કિંમત રૂ. 10હજાર)મળી કુલ રૂ. 93,000ના મુદામાલની લૂંટ કરી બંને આરોપીઓ પોબારા ભણી ગયા હતા. આ બાબતે પોલીસે બને શખ્સો વિરૂધ્ધ આઈપીસી કલમ 392, 114 તથા જીપી એક્ટ 135 અનુસાર ગુનો નોંધી આગળની તજવીજ પીઆઈ.કે.સી.ઝાલા ચલાવી રહ્યા છે.