મોરબી સહિત સમસ્ત ગુજરાત ની જનતા જનાર્દન ને ઝીલી કચ્છ ની બધી જ સીટ અને ગુજરાત ની કુલ ૧૫૬ સીટો પર જન સમર્થન આપ્યું

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના આહ્વાન ને કચ્છ – મોરબી સહિત સમસ્ત ગુજરાત ની જનતા જનાર્દન ને ઝીલી કચ્છ ની બધી જ સીટ અને ગુજરાત ની કુલ ૧૫૬ સીટો પર જન સમર્થન આપ્યું છે. તેવું જણાવતા કચ્છ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાએ સર્વે વિજેતા ઉમેદવારો ને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છએ છ એ છ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી રેકોર્ડ સર્જયો છે. બદલ વિજેતા ઉમેદવારશ્રીઓ તથા ભાજપા ની સમસ્ત ટિમ ને અભિનંદન આપ્યા હતા અને જનતા જનાર્દને આપેલ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હવે કચ્છ ના જન પ્રતિનિધિઓ અને ગુજરાત સરકાર સાથે મળી કચ્છ ગુજરાત ના વિકાશ કાર્યો ને વેગ આપશે. સતત ૭ મી વખત ભાજપ ના જીત નો રેકોર્ડ સર્જાયો છે.

કેન્દ્ર સરકાર, રાજય સરકારની કામગીરી માન. વડાપ્રધાનશ્રી નો ગુજરાતનાં પ્રજાજનો પરનો ભરોસો, પ્રદેશ ભાજપા પ્રમુખશ્રી સી.આર. પાટીલજી ની સુઝ બુઝ, માઇક્રો પ્લાનીંગ ની આ જીત છે. તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું. સાંસદશ્રી તથા ભાજપા પ્રદેશ મહામંત્રી પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદ ચાવડા ને સંગઠન તરફ થી તેમને સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી બનાવ્યા હતા. શ્રી ચાવડાએ સતત લોક સંપર્ક અને સંગઠન વચ્ચે સંકલન સાંધી ગુજરાત ની ભાજપ સરકાર ના વિકાશશીલ કાર્યો અને લોકોની તકલીફો જાણી તેમના નિરાકરણ માટે પ્રયત્નશીલ બન્યા હતા. આજે ૪૫ જેવી સીટો ભાજપ ને મળી છે તેથી તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમના સંસદીય મત ક્ષેત્ર ની કચ્છ – મોરબી ની સાતેય સીટ ઉપર ભવ્ય વિજય મળ્યો છે.