દીનદયાળ બંદર નજીક વાહન હડફેટે યુવાને પોતાનું જીવ ખોયો

ગાંધીધામ કંડલાના ડી.પી.ટી.ના વેસ્ટ ગેટ-2 નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતા મોહંમદ પ્યારે(ઉ.વ.38)નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું. કંડલામાં ડી.પી.ટી.ના વેસ્ટ ગેટ નં બે પાસે પાણીના ટાંકા પાસે કોલસા વિભાગમાં ગતરાત્રે અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યુ હતું કે, અહી બે વાહન ટકરાતાં મોહંમદ પ્યારે તે જોવા ઊભો હતો. દરમ્યાન પાછળથી આવતા કોઈ અજાણ્યા વાહને આ યુવાનને લપેટમાં લેતા તેનું માથું હાથ,પગ,છૂંદઈ ગયા હતા અને ઘટના  સ્થળે જ આ યુવાનનું મૃત્યુ નીપજયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *