અમદાવાદના ચાંદખેડામાં વરલી મટકાનો સટ્ટો રમાડતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદનાં ચાંદખેડા ભગવતીનગરના નાકે જાહેરમાં ગ્રાહકોના ટેલિફોનિક સંપર્ક સાધી બોમ્બે વરલી મટકાનો સટ્ટો રમાડનાર શખ્સને ચાંદખેડા પોલીસે પકડી લીધો છે.

ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે, ચાદંખેડા ભગવતીનગરના નાકે જાહેરમાં ગ્રાહકોનો ટેલિફોનિક સંપર્ક સાધી બોમ્બે વરલી મટકાનો સટ્ટા- બેટિંગના આંક લખી પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે, જેના આધારે પોલીસે તે જગ્યાએ રેડ પાડીને વિક્રમ ચૌહાણને પકડી લીધો હતો અને જુગારના સાધનો સહિત કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછ કરવામાં આવતા ગ્રાહકોના વોટ્સએપ પર મેસેજ કરી આંક લખી ઝુંડાલ ગામ મધ્યે રહેતા મંગાજી ઉર્ફે મોહનજી ઠાકોર પાસેથી સટ્ટાના આંકડા કપાવતો હોવાનું જણાવ્યું હતું. જે મિત્ર સાથે મળીને આ કામ કરતો હોવાથી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી પકડી પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.