સુરતના સચિન GIDCના ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકતા દોડધામ , સદનસીબે કોઈ જાનહાની નહી

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં મધરાત્રીના સમયે આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી  હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

મળતી માહિતી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નવજીવન હોટેલ પાસે એક ભંગારના ગોડાઉનમાં મધરાત્રીના એકાએક આગ લાગી ગઈ  હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચી આવ્યો હતો. મોડી રાત્રિએ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.