જામજોધપુરના પરડવા ગામની સીમ પાસેથી એલસીબીએ બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા
copy image
જામજોધપુર-અમરાપર રોડ પર આવેલા પરડવા ગામની સીમ પાસેથી એલસીબીની ટીમે એક ગાડીને આંતરીને તલાશી લેવામાં આવતા તેમાંથી રૂા.4.90 લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તઠા દારૂનો જથ્થો, પાઉચ અને 10,000 ની કિંમતના બે મોબાઇલ અને વાહન સહિત કુલ રૂા.12 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર જામજોધપુર-અમરાપર રોડ પર પરડવા ગામની સીમના રોડ પરથી વાહનમાં દારૂનો જથ્થો પસાર થવાની હે.કો. અશોક સોલંકી, ધાના મોરી, પો.કો. કિશોર પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફ સહિતનાએ પરડવા ગામમાં વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને રોકીને તલાશી લેવામાં આવતા તેમાંથી રૂા.4,90,560 ની કિંમતના ઇંગ્લીશ દારૂના 7008 નંગ પાઉચ મળી આવ્યા હતાં. જેથી એલસીબીની ટીમે જૂનાગઢના મુખારખ ગુલામ સાંધ તેમજ પોરબંદરના મેરામ ભુદા રાડા નામના બે ઇસમો
ને પકડી પાડી 10,000 ની કિંમતના 2 મોબાઇલ અને 7 લાખની કિંમતનું વાહન ઉપરાંત રૂા.4.90 લાખની કિંમતના દારૂના પાઉચ મળી કુલ રૂા.12,00,560 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઇ હતી. જેમાં દારૂનું સપ્લાયર જૂનાગઢના ધીરેન કારિયા નામના ઈસમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા એલસીબીએ ધીરેનની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં.