ભચાઉના ચોપડવા-આમરડી વચ્ચે બાઇકઉપરથી નીચે પટકાતાં વૃદ્ધ મહિલાનું મૃત્યુ

0
kisscc0-thumb-cadaver-human-body-death-morgue-dead-body-5b73328cb93191.7829477715342762367586

ભચાઉના ચોપડવા અને આમરડી વચ્ચે બાઇક પરથી નીચે પટકાતાં સામત્રાની એક મહિલાનું મૃત્યુ  નીપજયું હતું. ચોપડવા અને આમરડી વચ્ચે પુલિયા પર ગત તા.1/11ના બપોરે અકસ્માત સર્જાયો હતો. સામત્રાના હંસાબેન સુથાર કામ અર્થે ચોપડવા આવ્યા હતા. અહીથી તે પોતાના ભત્રીજા મુકેશ વિશ્રામ સુથાર સાથે બાઇક નંબર જીજે-12-ડીજે-0754 પર સવાર થઈને ધમડકા બાજુ આવી રહ્યા હતા. દરમ્યાન પાપડી નજીક બાઇક પરથી નીચે પટકાતાં તેમણે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની વિધિ પતાવીને તેમના પતિ રમેશ વેલજી સુથારે ગઇકાલે સાંજે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *