વિસનગરના ભાંડુપુરા હાઇવે પર ગાડી ચાલકે રોડ ક્રોસ કરતાં યુવકોને ઠોકરે લીધા: એકનું ઘટનાસ્થળે મોત, એક ઘાયલ
વિસનગર તાલુકાના ભાંડુપૂરા હાઇવે રોડ પર ગાડી ચાલકે રોડ ક્રોસ કરતા બે યુવકોને ઠોકરે લેતા બંને યુવકો નીચે પટકાઈ ગયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. મરણ જનાર યુવકના કાકાએ ગાડી ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ભાંડુપૂરા હાઇવે રોડ પર મનુજી સરદારજી ઠાકોર અને છોટુ તિવારી નામના બંને યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમય દરમિયાન મહેસાણા તરફથી આવતી એક ટિયુવી મહિન્દ્રા કંપનીની ગાડીએ (GJ.02.CA.4083)ના ચાલકે બંને યુવકોને ઠોકર મારતા બંને જણા રોડ પર નીચે પટકાઇન ગયા હતા. જેમાં મનુજી સરદારજીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તો છોટુ તિવારીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. ગાડી ચાલક બંનેને ઠોકરે લઈ ગાડી મૂકી નાસી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.