અંકલેશ્વરના માંડવા ગામ પાસે આવેલી આલકેમ કંપનીમાં આગ ભભૂકતા દોડધામ મચી
અંકલેશ્વરના માંડવા ગામ પાસે આવેલી આલકેમ કંપનીમાં ભીષણ આગ લાગતા કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરાતા ત્રણ ફાયર ટીમ સાથે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો..
અલ્કેમ કેમિકલ નામક ખાનગી કંપનીના પાલન્ટ નંબર 4માં કોઇ કારણસર ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાર હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરેબ પડી રહ્યા હતાં.
આગ લાગતાં કંપનીની આસપાસ ઉપસ્થિત કર્મચારીઓ સહિતના લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. કંપનીમાં લાગેલી આગ અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ત્રણ જેટલા લાયબંબા લઇ ઘટનાસ્થળે પહોચી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં કરાઇ હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.